Connect With us

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. . .

Facebook

મારા વ્હાલા મિત્રો મારા બ્લોગમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે :::: હિરેન દોંગા .

Friday, April 1, 2016

મોબાઇલ ધારકોના અચ્છે દિન... આજથી એક મહિના માટે પ્રાયોગિક ધોરણે ફ્રી ‘4G'

- વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે જ મહત્વાકાંક્ષી જાહેરાત


‘‘digiindia2016trai - તમારો મોબાઇલ નંબર'' ટાઇપ કરવાથી તમારા મોબાઇલમાં ફ્રી ‘4 G' સર્વિસ ચાલુ થઇ જશે

 'ટ્રાઇ'ની સ્પષ્ટતા : 25GB ડેટા ડાઊનલોડ કરી શકાશે

- ચીન, સાઉથ કોરિયાએ આવો પ્રયોગ ગયા વર્ષે ૧૫ દિવસ માટે કર્યો હતો


નવી દિલ્હી, તા. ૩૧
'ડિજીટલ ઈન્ડિયા'નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્વની સફળતા પાર પાડતા કેન્દ્રના સંચાર મંત્રાલયે આજથી ભારતના તમામ મોબાઇલ ફોનને ‘4G' સેવાથી સાંકળવાનું પ્રાયોગિક ધોરણે શરૃ કરવાની જાહેરાત કરી છે. આ એક પરીક્ષણ જ હોઇ એક મહિના માટે તમામ મોબાઇલ ધારકો ‘4G'નો લાભ લઇ શકશે. મોબાઇલ ધારકે digiindia2016trai - (સ્પેસ) બાદ તેનો મોબાઇલ નંબર એસએમએસ કરવાનો રહેશે. આટો જનરેટેડ સર્વર પર આ એસએમએસ મોકલ્યા બાદ એકાદ કલાકમાં 4G સેવા શરૃ થઇ જશે અને તે પ્રાયોગિક હોઇ  ૩૦ એપ્રિલ સુધી  જારી રહેશે.

4G માં રિલાયન્સ તેના મહત્ત્વાકાંક્ષી સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ 'જીઓ' સાથે આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારની આવી ગતિવિધિથી  સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓમાં નારાજગી ફેલાઇ શકે છે. વડાપ્રધાન મોદી આજે અમેરિકાના પ્રવાસે છે અને વ્હાઇટહાઉસની મીટિંગ બાદ અમેરિકાના આઇટીના નિષ્ણાતો જોડે ભારતમાં ''વાઈફાઈ'', એપ્પ બેઝ્ડ સર્વિસ, 'મેઈક ઈન ઈન્ડિયા' અને 'ડિજીટલ ઈન્ડિયા'ના તેમના સ્વપ્નમાં કેટલું કામ થયું છે તે બતાવવા આ ‘4G' પ્રોજેક્ટને તેમણે વ્યૂહાત્મક રીતે શરૃ કરાવ્યો છે. ગુગલના સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા અને ફેસબુકના ઝકરબર્ગથી માંડી અન્ય ટેકનોક્રેટ્સની કંપનીઓને પણ આ સાથે ભારતમાં તેમના પ્રોજેક્ટ માટે વિશ્વાસ બેસશે. 'ટ્રાઇ'એ સ્પષ્ટતા કરી છે કે મોબાઈલ ધારકો 25GB ડેટા ડાઉનલોડ કરી શકશે.

યુવા જગતમાં આ સ્કિમથી એક મિનિટમાં ત્રણ કલાકની ફિલ્મ ડાઉનલોડ થઈ શકતી હોય ખાસ્સી ચાહના મળશે. રિલાયન્સ, એરટેઇલ કે વોડાફોન સહિત કોઇપણ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ કેન્દ્ર સરકારની આ પ્રાયોગિક ફ્રી ઓફરથી ગભરાવાની જરૃર નથી કેમ કે એક મહિના બાદ કેન્દ્ર સરકાર આ 4G અને બેન્ડવીડ્થની હરાજી કરશે ત્યારે તેઓ તેમનો હિસ્સો ખરીદી શકે છે. ચીન અને સાઉથ કોરિયાએ ગયા વર્ષે આ જ ધોરણે ૧૫ દિવસ માટે 4G  ફ્રી પૂરૃં પાડી તેમની ડિજીટલ પહોંચની તાકાત બતાવી હતી.

No comments:

Post a Comment